Sunday 29 January 2017

જિંદગીની રમતને by ashish narayan


જિંદગીની રમતને હુ રમવા આવ્યો છુ
પૃથ્વી પુરી ને ભમવા આવ્યો છું
નથી ખબર કયા જવું છે મારે
જિંદગીની રમતને હુ રમવા આવ્યો છુ
નથી ખબર શુ મંઝિલ છે મારી
પૃથ્વી પુરી ને ભમવા આવ્યો છું
સપના સાચા કરવા આવ્યો છું
ખોટે પાટે હું ચઢવા આવ્યો છું
જિંદગીની રમતને હુ રમવા આવ્યો છુ
પૃથ્વી પુરી ને હુ ભમવા આવ્યો છું
સાચા ખોટાનો ભેદ કરવા આવ્યો છુ
ખોટે પાટે હું ચઢવા આવ્યો છું
જિંદગીની રમતને હુ રમવા આવ્યો છુ
પૃથ્વી પુરી ને ભમવા આવ્યો છું
આશિષ નારાયણ

ખબર નથી શુ કરી રહયો છુ

ખબર નથી શુ કરી રહયો છુ
જાતે જ ખુદની નકલ કરી રહયો છુ
કોણ છુ હુ એની અસલ શોઘી રહયો છુ
મહાન હોવાની નકલ કરી રહયો છુ
ખબર નથી શુ કરી રહયો છુ
જાતે જ ખુદની નકલ કરી રહયો છુ
 નવી ગઝલની શરુઆત કરી રહયો છુ
જુની ગઝલની નકલ કરી રહયો છુ
ખબર નથી શુ કરી રહયો છુ
જાતે જ ખુદની નકલ કરી રહયો છુ
આશિષ નારાયણ

ખબર નથી કયાંથી આવી છે એ


ખબર નથી કયાંથી આવી છે એ
ઘરને દરીયો કરી રહી છે એ
નિર્દોષ ભાવ દેખાડી રહી છે એ
ખબર નથી કયાંથી આવી છે એ
નથી ગુસ્સો નથી ઈર્ષા બસ
નિર્દોષ ભાવ દેખાડી રહી છે એ
આંખો મા જોતાં એની લાગે છે મને એમ કે
પ્રશ્ન કઈક કરી રહી છે એ
ખબર નથી કયાંથી આવી છે એ
ઘરને દરીયો કરી રહી છે એ
નામ છે એનું હરલીન અને
સૌને લીન કરી રહી છે એ
ઘરને દરીયો કરી રહી છે એ
દાદાનુ તો વ્યાજ છે એ
પપ્પાની પહેચાન છે એ
ધર આખાને અસર કરી રહી છે એ
મમ્મી ની તો જાને છે એ
કાકાની પહેચાન છે એ
ખબર નથી કયાંથી આવી છે એ
દીકરી હોવાનો ગર્વ કરી રહી છે એ
ખબર નથી કયાંથી આવી છે એ
ઘરને દરીયો કરી રહી છે એ
આશિષ નારાયણ